જો તમે આ નિયમોનું પાલન કરી શકતા હોવ, તો જ મળશે ભગવદ્ ગીતાના પઠનનું પૂર્ણ ફળ !

ભગવદ્ ગીતા (Bhagavad Gita ) ખૂબ જ પવિત્ર ગ્રંથ છે. તેને ક્યારેય ખરાબ હાથોથી ન ઉપાડવી જોઇએ. સવારે સ્નાનાદિ કાર્યથી નિવૃત થઇને પછી જ ગીતાજીનો પાઠ કરવો જોઇએ.

હિન્દુ ધર્મમાં ભગવદ્ ગીતાના પાઠનું ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જે લોકો નિત્ય ભગવદ્ ગીતાનો પાઠ કરે છે અને તેમાં જણાવેલ વાતો પોતાના જીવનમાં ઉતારે છે, તેમના માટે જીવનની મોટામાં મોટી મુશ્કેલી પણ સરળ થઇ જાય છે. મહાભારત ગ્રંથમાં 18માં અધ્યાયમાં 700 શ્વોક છે, જેને ભગવદ્ ગીતાના નામે ઓળખવામાં આવે છે. જ્યારે રણભૂમિમાં અર્જુને પોતાની સમક્ષ યુદ્ધમાં પોતાના જ સંબંધીઓને જોયા, ત્યારે તે ખૂબ વિચલિત થઇ ગયા. અર્જુને શસ્ત્ર ઉપાડવાની ના કહી દીધી. ત્યારે યુદ્ધમાં તેમના સારથી બનેલ શ્રીકૃષ્ણએ તેમના જ્ઞાનચક્ષુ ખોલીને તેમને ઉપદેશ આપ્યો. જેને ગીતા જ્ઞાન કહે છે. ઘણાં લોકો નિત્ય જ આ ગીતાજીનું પઠન કરે છે. પરંતુ, ગીતાજીના પાઠનું પૂર્ણ ફળ પ્રાપ્ત કરવા માટે તેના પઠન દરમ્યાન કેટલાંક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. તો ચાલો, આજે તે નિયમો વિશે જ જાણીએ.

https://tv9gujarati.com/bhakti/if-you-can-follow-these-rules-you-will-get-the-full-fruit-of-bhagavad-gita-recitation-au14492-666523.html
Scroll to Top