માત્ર જ્ઞાન જ નહીં, સૌભાગ્યનો પણ ખજાનો છે શ્રીમદ્ ભગવદ્ ગીતા ! જાણી લો પવિત્ર ગ્રંથના આ અદભુત લાભ

ગીતા પાઠ (gita path) કરવાથી વ્યક્તિ કોઇપણ પરિસ્થિતિનો સાહસિક રીતે સામનો કરી શકે છે. ગીતા પારાયણથી ઘરમાં શાંતિ તો રહે જ છે, સાથે જ ગ્રહોની ખરાબ અસર પણ ધીમે ધીમે દૂર થઈ જાય છે. એટલે કે, તેની મેળે જ ગ્રહશાંતિ થઈ જાય છે !

હિંદુ ધર્મના અત્યંત પવિત્ર ગ્રંથોમાંથી એક છે શ્રીમદ્ ભગવદ્ ગીતા. એવું કહે છે કે ઘરમાં ભગવદ્ ગીતા જરૂરથી રાખવી જોઈએ અને નિત્ય તેના પાઠ કરવા જોઈએ. કારણ કે, સમસ્ત સંસારનો સાર આ એક ગ્રંથમાં સમાયેલો છે. પણ, શું તમે એ જાણો છો કે આ ગ્રંથ તો કેટલાંક ગુપ્ત લાભની પણ પ્રાપ્તિ કરાવનારો છે ? કહે છે કે ભગવદ્ ગીતામાં જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ મળી જાય છે. તેના નિત્ય પઠનથી વ્યક્તિની વિચારવાની ક્ષમતા વધે છે. પણ, વાસ્તવમાં ગીતા પઠનની જે-તે વ્યક્તિ પર, તેના પરિવાર પર સકારાત્મક અસરો જોવા મળે છે. ગીતા પઠનને ગીતા પારાયણ પણ કહે છે. માન્યતા અનુસાર આ ગીતા પારાયણથી વ્યક્તિને એવાં એવાં લાભની પ્રાપ્તિ થાય છે કે જેની તેને જાણ સુદ્ધા નથી હોતી ! તો, ચાલો, આજે આપણે તેના આવા જ ફાયદાઓ વિશે જાણીએ.

https://tv9gujarati.com/bhakti/srimad-bhagavad-gita-is-not-only-a-treasure-of-knowledge-but-also-of-fortune-know-these-amazing-benefits-of-the-holy-book-au14492-667952.html
Scroll to Top